સુરતમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ, સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:43 AM

સુરત શહેરમાંથી 1210 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,47,650 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 18,263 એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર (third wave)ની શરુઆત થઇ ગઇ છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરત (Surat)માં નોંધાઇ રહ્યા છે. 15 જાન્યુઆરીએ સુરતમાં કોરોનાના નવા 2497 કેસ નોધાયા છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા સુરતના આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

કોરોનાના કેસમાં સતત વધારો

સુરતમાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકેટ ગતિએ આગળ વધ્યો છે. 15 જાન્યુઆરીએ સુરતમાં કોરોનાના નવા 2497 કેસ નોધાયા છે. સુરત શહેરમાં 2215 તો જિલ્લામાં 282 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે સુરતમાં કોરોનાના કુલ આંકડો વધીને 1,68,039 પર પહોંચ્યો છે. જ્યારે નવા 3 મોત સાથે મૃત્યુઆંક વધીને 2126 થયો છે. સાથે જ સુરત શહેરમાંથી 1210 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,47,650 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 18,263 એક્ટિવ કેસ છે.

સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

બીજી તરફ સુરતમાં સામાન્ય લોકોની સાથે સરકારી કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલી SBIમાં એક સાથે 17 કર્મચારીઓ સંક્રમિત મળ્યા છે. તો કતારગામમાં પણ અલગ અલગ બેંકોમાં પણ 13 પોઝિટિવ કેસ નોંધાયા..આ તરફ વરાછા ઝોનમાં બેંકમાં 3 કેસ, રાંદેર ઝોનની બેંકમાં પણ 10 કેસ નોંધાયા છે. તો સુરતમાં વધુ 56 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. સુરત મનપાની સેક્રેટરી બ્રાન્ચના 6 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો-

પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

આ પણ વાંચો-

Rajkot : ધોરાજીમાં ઘણા સમયથી ધૂળ ખાતી RTPCR લેબ ફરી શરુ, 60 જેટલા ગામોને મળશે લાભ