Surat: કોરોના કેસમાં નોંધાઇ રહ્યો છે આંશિક ઘટાડો, વહીવટી તંત્ર કરાવી રહ્યુ છે નિયમોનો કડક અમલ

સુરત શહેરમાં 23 જાન્યુઆરીએ કોરોનાના 1512 કેસ નોંધાયા છે અને 2 દર્દીનાં મોત થયા છે. કોરોના કેસનો આ આંકડો અગાઉના બે દિવસના કોરોના કેસના આંકડા કરતા ઓછો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 12:48 PM

ગુજરાતમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર ( third wave) શરુ થઇ ગઇ છે. કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જો કે ગુજરાતના જ સુરત મહાનગરપાલિકા (SMC)માં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાઇ રહ્યો છે. સુરત શહેરમાં 23 જાન્યુઆરીએ કોરોનાના 1512 કેસ નોંધાયા છે અને 2 દર્દીનાં મોત થયા છે. કોરોના કેસનો આ આંકડો અગાઉના બે દિવસના કોરોના કેસના આંકડા કરતા ઓછો છે.

સુરત શહેરમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો નોંધાઇ રહ્યો છે. 23 જાન્યુઆરીએ સુરત શહેર અને જિલ્લામાં મળીને કોરોનાના 2151 નવા કેસ નોંધાયા છે. તો એક જ દિવસમાં ચાર દર્દીઓના મૃત્યુ પણ થયા છે. 22 જાન્યુઆરીએ સુરત શહેરમાં કોરોનાના 1876 કેસ સામે આવ્યા હતા. તો 21 જાન્યુઆરીએ સુરત શહેરમાં કોરોનાના 2,124 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ આંકડાઓ પરથી જાણી શકાય છે કે બે દિવસમાં જ કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોનાના કેસ વધતા સુરતમાં આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર દોડતુ થઇ ગયુ છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યુ છે. હજુ પણ વધુ સાવધાની રાખવામાં આવે તો સુરતમાં કોરોના કેસોની સંખ્યા હજુ ઘટી શકે છે.

બીજી તરફ સંક્રમણ ન ફેલાય તે માટે સુરતમાં વિવિધ સ્લમ વિસ્તારમાં પણ મોબાઈલ ટીમ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ મહાઅભિયાન અંતર્ગત કુલ 42,982 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 6,561 લોકોને પ્રથમ ડોઝ, 32,785 લોકોને બીજા ડોઝ તથા 3,636 પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે. લાભાર્થીઓને 1 લીટર તેલના પાઉચ પણ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-

ગુજરાતમાં ઓમિક્રોનનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ નોંધાયા

આ પણ વાંચો-

સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">