સુરત : આફતના વરસાદ સાથે નુક્સાનીના દ્રશ્યો સામે આવ્યા, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 27, 2023 | 9:06 AM

સુરત જિલ્લામાં કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. વરસાદના કારણે શિયાળાની શરૂઆતે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું તો બીજી તરફ વરસાદના કારણે નુકસાનના આંકડા પણ સામે આવ્યા છે. 

સુરત જિલ્લામાં કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. વરસાદના કારણે શિયાળાની શરૂઆતે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું તો બીજી તરફ વરસાદના કારણે નુકસાનના આંકડા પણ સામે આવ્યા છે.

સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ભારે નુકસાન કર્યું છે. ખેડૂતો અને પશુપાલકો માટે વરસાદ આફતરૂપ બન્યો છે. ઓલપાડના માસમા ગામે પશુપાલકોને ભારે નુકસાન થયું છે. માસમા ગામમાં ભારે પવનને કારણે તબેલો જમીનદોસ્ત થયો છે. પશુપાલકોએ પશુ માટે સંગ્રહ કરેલો ઘાસચારો પણ ભીનો થઇ જતા ખરાબ થઇ ગયો હતો.

જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદના અહેવાલો સામે આવ્યા હતા. સુરતમાં એક સ્થળે પાર્કિંગ શેર ધરાશાયી થવાથી વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ભારે પવન સાથે ઓલપાડમાં બરફના કરા પડયા હતા. કમોસમી વરસાદ વરસતા સુરત જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજથી વરસાદનું જોપર નબળું પડતાં રાહત અનુભવાઈ છે.

જિલ્લા વરસેલા ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને જન જીવન પ્રભાવિત થયું હતું.મંત્રી મુકેશ પટેલ સુરત જિલ્લાની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઓલપાડ સુરત સ્ટેટ હાઇવે બ્લોક થઇ ગયો હતો.ગામડાઓમાં નુકશાનને લઈ સર્વે કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. ગામોના તલાટીઓને સૂચના આપવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સર્વે બાદ તપાસ કરી સરકારને અહેવાલ આપવામાં આવશે. વરસાદના વિરામ બાદ  સુરત જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 27, 2023 09:06 AM