સુરત રૂરલ પોલીસે રૂપિયા 2.70 કરોડથી વધુની કિંમતના ફટાકડાના જથ્થાને સીઝ કર્યો, જાણો કેમ?

| Edited By: | Updated on: Nov 20, 2023 | 10:01 AM

સુરત : સુરત રૂરલ પોલીસે રૂપિયા 2.70 કરોડથી વધુની રકમના  ફટાકડાના જથ્થાને સીઝ કર્યો છે. ગોડાઉનમાં કોઈ પણ સત્તાધીસ કે સરકારી વિભાગના લાઇસન્સ કે ફાયર સેફટી વગર ફટાકડાનો આ મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અને સ્ફોટક પદાર્થ રાખવા બાબતનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પલસાણાના ચલથાણ ગામે રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરના 1 થી 7 નંબરના ગોડાઉનમાં ફટાકડાનો આ  મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો.

પોલીસે વિરલ પટેલ અને ધર્મેશ પટેલ નામના બે વ્યક્તિઓની અટકાયત પણ કરી છે. પોલીસે બે  ટેમ્પો સાથે મળી કુલ રૂપિયા 2.77 કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Input Credit : Jignesh Mehta- Bardoli

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 20, 2023 10:00 AM