Surat : RTOની APK ફાઈલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાંથી વધુ એક વખત સાયબર ક્રાઈમની ઘટના સામે આવી છે. સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેલે ફિલ્મીઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યા છે.
ગુજરાતમાંથી વધુ એક વખત સાયબર ક્રાઈમની ઘટના સામે આવી છે. સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેલે ફિલ્મીઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યા છે. આરોપીએ RTOની APK ફાઈલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ આચરતા હતા. વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને 2.45 લાખ પડાવ્યા હતા. વૃદ્ધે અજાણ્યા નંબર પરથી RTO ઈ-ચલણની એપ્લિકેશન ફાઈલ આવી હોવાનું સામે આવ્યું છે.
3 આરોપીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરી બેંકની તમામ માહિતી નાખી હતી. પેમેન્ટ-પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતો. તેમજ ભેજાબાજોએ ફોનમાંથી ડેટા ઉડાવી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવુ મુશ્કેલ બન્યું હતું. જો કે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરુ કરી છે.
