‘વિકાસ’માં ખાડા કે ખાડામાં ‘વિકાસ’ ? રસ્તાઓની બદહાલ સ્થિતિ જોઈ સ્થાનિકો તંગ, વાહનચાલકોના હાડકાં ભાંગવાનો વારો – જુઓ Video

‘વિકાસ’માં ખાડા કે ખાડામાં ‘વિકાસ’ ? રસ્તાઓની બદહાલ સ્થિતિ જોઈ સ્થાનિકો તંગ, વાહનચાલકોના હાડકાં ભાંગવાનો વારો – જુઓ Video

| Updated on: Aug 03, 2026 | 4:06 PM

સુરતમાં ભારે વરસાદ અને ખાડીપૂર બાદ શહેરના રસ્તાઓની હાલત અતિશય બિસ્માર બની છે. પર્વત પાટિયા, ડિંડોલી, કતારગામ, પુણા અને ડભોલી સહિતના વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. નવા બનેલા રસ્તાઓ પણ ધોવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેના કારણે વાહનોને નુકસાન થવા સાથે અકસ્માતનો ભય પણ વધ્યો છે. સ્થાનિકો મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

સુરતમાં ભારે વરસાદ અને ખાડીપૂરના કહેર બાદ શહેરના રસ્તાઓની હાલત અતિશય બિસ્માર બની ગઈ છે, જેના કારણે સ્થાનિકો તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પર્વત પાટિયા, ડિંડોલી, કતારગામ, પુણા અને ડભોલી જેવા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જે વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે.

નવા બનેલા રસ્તાઓ પણ વરસાદમાં ધોવાઈ જતાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વાહનચાલકોનું કહેવું છે કે, આવા બિસ્માર રસ્તાઓ પરથી પસાર થવાથી વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે, મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

લોકોની ફરિયાદ છે કે, દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પરિસ્થિતિ સર્જાય છે. તેમ છતાંય તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. સુરત, જે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, ત્યાં ચોમાસામાં રસ્તાઓની આ દયનીય સ્થિતિ શહેરની છબીને ઝાંખી પાડે છે. હાલ રસ્તાઓનું સમારકામ થાય તેવી લોકોની માંગ છે.

Amreli Breaking News: અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.