સુરત : SVNITના 20 માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા, જુઓ વિડીયો

|

Feb 13, 2024 | 8:27 AM

સુરત : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરતના મહેમાન બન્યા હતા. SVNIT ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપનાર રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશને વિકસિત અને શિક્ષિત બનાવવામાં મહિલા શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એન્જિનિયરિંગ અને ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની વધતી સંખ્યા એ દેશની પ્રગતિ માટે સારો સંકેત છે. 

સુરત : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરતના મહેમાન બન્યા હતા. SVNIT ના  પદવીદાન સમારોહમાં હાજરી આપનાર રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશને વિકસિત અને શિક્ષિત બનાવવામાં મહિલા શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એન્જિનિયરિંગ અને ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની વધતી સંખ્યા એ દેશની પ્રગતિ માટે સારો સંકેત છે.

સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) ના 20મા પદવીદાન સમારોહને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વાત કરી હતી.તેમણે કહ્યું કે ભારતને અગ્રેસર સ્થાને લઈ જવામાં યુવા મહત્વની ભૂમિકા ભજવશે. રાષ્ટ્રપતિએ યુવાનોને નવા ઉદ્યોગો અને રોજગારીનું સર્જન કરવા આહવાન કર્યું હતું.તેમણે કહ્યું હતું કે, શિક્ષણ માત્ર વ્યક્તિગત કારકિર્દી પૂરતું મર્યાદિત નથી, માનવ કલ્યાણ અને રાષ્ટ્રનું હિત પણ તેમાં સમાયેલું છે. તેમણે યુવાનોને નવી ઉર્જા, નવા વિચારો અને નવા આત્મવિશ્વાસ સાથે દેશની પ્રગતિમાં સારથિ બનવા અપીલ કરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video