તમે ચાલતા હોવ અને તમારો ફોન કોઈ ખેચી જાય… સુરતમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના રોકવા પોલીસે લાઈવ ડેમો આપ્યો, જુઓ Video

તમે ચાલતા હોવ અને તમારો ફોન કોઈ ખેચી જાય… સુરતમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના રોકવા પોલીસે લાઈવ ડેમો આપ્યો, જુઓ Video

| Edited By: | Updated on: May 14, 2026 | 6:29 PM

સુરત પોલીસે ચેન અને મોબાઈલ સ્નેચિંગના વધતા બનાવો રોકવા અનોખી પહેલ કરી છે. પોલીસ અધિકારીઓએ સ્નેચર બની રસ્તા પર મોબાઈલ છીનવી લાઈવ ડેમો આપ્યા.

સુરતમાં દિનપ્રતિદિન ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ગંભીર ગુનાઓને રોકવા અને નાગરિકોને જાગૃત કરવા સુરત પોલીસે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતે જ મોબાઈલ સ્નેચર બનીને લાઇવ ડેમોનું આયોજન કર્યું હતું.

આ ડેમો દરમિયાન, પોલીસે રસ્તા પર ચાલતા કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા લોકોના મોબાઈલ છીનવી લીધા હતા. આ રીતે, આરોપીઓ કેવી રીતે સરળતાથી મોબાઈલ છીનવીને ફરાર થાય છે, તેનું પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તેમની બેદરકારી અંગે ચેતવવા અને ભવિષ્યમાં વધુ સાવચેતી રાખવા માટે સૂચન કરવાનો હતો.

આ લાઈવ ડેમોમાં એક મહત્વપૂર્ણ અવલોકન પણ સામે આવ્યું. જ્યારે પોલીસકર્મીઓ સ્નેચરના સ્વાંગમાં મોબાઈલ છીનવીને ભાગી રહ્યા હતા, ત્યારે આસપાસના લોકોમાંથી કોઈએ પણ આ ઘટનાની નોંધ લીધી નહોતી કે મદદ કરવાનો પ્રયાસ પણ કર્યો નહોતો. આ બાબત દર્શાવે છે કે ગુના બને ત્યારે પ્રત્યક્ષદર્શીઓનો પ્રતિભાવ કેવો હોય છે.

આથી, સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો આવી કોઈ ઘટના બને તો વાહનના નંબર નોંધી લે અથવા આરોપીનો પીછો કરવાનો પ્રયાસ કરે. આ પહેલ દ્વારા સુરત પોલીસ સમાજમાં જાગૃતિ લાવવા અને ગુનાખોરી ઘટાડવા પ્રયાસ કરી રહી છે.

અમદાવાદમાં જાહેર રસ્તા પર દારૂ ઢોળાયો, વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા, જુઓ Video

Published on: May 14, 2026 06:28 PM
Follow Us