સુરત : કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો, જુઓ વીડિયો
સુરત :રખડતાં પશુઓનો ત્રાસ લોકો માટે ચિંતાનો છે. કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.સ્થાનિકોએ પાણી છાંટી બન્ને આખલાઓને છુટા પાડ્યાં હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે દિન પ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.અવાર નવાર આખલાઓ જાહેર રસ્તાઓ પર બાખડતા હોય છે
સુરત :રખડતાં પશુઓનો ત્રાસ લોકો માટે ચિંતાનો છે. કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.સ્થાનિકોએ પાણી છાંટી બન્ને આખલાઓને છુટા પાડ્યાં હતા.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે દિન પ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.અવાર નવાર આખલાઓ જાહેર રસ્તાઓ પર બાખડતા હોય છેજેને લઇને સ્થાનિકોના જીવ પડીકે બંધાઇ જતાં હોય છે.ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કિમ માંડવી સ્ટેટ હાઇવે પાસે આવેલ એક કોમ્પલેક્ષ નજીક બે આખલાઓએ નાસભાગ મચાવી હતી.
ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓએ ભૂતકાળમાં અનેક લોકોને ઈજાઓ પહોંચાડી હોવાના કિસ્સા સામે આવી ચુક્યા છે. આ બાબતે સરકાર સામે કડક કાર્યવાહીના અભાવના આક્ષેપો પણ થયા હતા.
Input Credit : – Mehul Bhokalva, Olpad