Surat Breaking: સુરતમાં મોટા નવરાત્રિ આયોજનો માટે ફાયર વિભાગની કડક ગાઇડલાઇન જાહેર : પંડાલો માટે 30 શરતો લાગુ

Surat Breaking: સુરતમાં મોટા નવરાત્રિ આયોજનો માટે ફાયર વિભાગની કડક ગાઇડલાઇન જાહેર : પંડાલો માટે 30 શરતો લાગુ

| Edited By: | Updated on: Sep 29, 2026 | 6:10 PM

નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે મોટા ગરબા આયોજનો માટે 30 કડક શરતો સાથેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી છે. 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાલો પર આ નિયમો લાગુ થશે. આયોજકો પાસેથી બાહેંધરી પત્ર લેવાશે અને સુરક્ષામાં કોઈ ચૂક થશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.

નવરાત્રિ મહોત્સવને હવે આડે માંડ દસેક દિવસ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોની સાથે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ સજ્જ બન્યું છે. શહેરમાં ગરબા રસિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ફાયર વિભાગે મોટા પાયે યોજાતા નવરાત્રિ આયોજનો, ટેમ્પરરી પંડાલો અને સ્ટ્રક્ચર્સ માટે 30 જેટલી કડક શરતો સાથેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

આ નવી માર્ગદર્શિકા 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા તેમજ 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ પંડાલો પર સીધી લાગુ પડશે. નિયમો અનુસાર, પંડાલની નિર્ધારિત ક્ષમતા મુજબ જ લોકોને અંદર પ્રવેશ આપવાનો રહેશે અને 50થી વધુ લોકો એકત્ર થાય તો તમામની વિગતો રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે.

આ ઉપરાંત પંડાલ પર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા ગાર્ડ તૈનાત રાખવા પડશે. કોઈપણ આકસ્મિક આગની ઘટના સામે તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે ફાયર એક્સટિંગ્વિશર ચલાવી શકે તેવા 2 થી 3 પ્રશિક્ષિત સિક્યોરિટી ગાર્ડ રાખવા ફરજિયાત રહેશે. ઈમરજન્સી અને અવરજવર માટે એન્ટ્રી-એક્ઝિટ ગેટ ઓછામાં ઓછો 5 ફૂટ પહોળો અને ઊંચો રાખવો પડશે. તમામ શરતોના પાલન માટે આયોજકો પાસેથી અગાઉથી બાહેંધરી પત્ર લેવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે.

મચ્છરોના ત્રાસથી છો પરેશાન ? લીંબુની છાલ, કપૂર અને લીમડાના તેલનો આ નેચરલ દીવો મિનિટોમાં મચ્છરોને કરશે દૂર

Follow Us
Loading...
Unable to load recommendations.