રાજ્ય પ્રધાન મુકેશ પટેલે બસના ડ્રાઈવર અને મુસાફરો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી

| Edited By: | Updated on: Nov 14, 2023 | 5:10 PM

દેશમાં તમામ લોકો દિવાળીના પર્વની ઉજવણી મોટાભાગે પોતાના પરિવાર સાથે કરતાં હોય છે. મહત્વનુ છે કે આ વચ્ચે કેટલોક એવો વર્ગ છે કે જે પરિવાર થી દૂર રહી પોતાના રાજ્ય કે દેશની જનતા દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે કામ કરી રહી છે. જેવા કે પોલીસ જવાન, બસ ડ્રાઈવર આ તમામ લોકો સાથે આજે રાજ્ય પ્રધાન મુકેશ પટેલ દિવાળીની ઉજવણી કરી હતી.

દિવાળીના પર્વને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ઓલપાડ ખાતે મુકેશ પટેલે બસના ડ્રાઈવર અને મુસાફરોને મીઠાઇ આપી શુભકામના પાઠવી હતી. મુસાફરી કરતા પ્રજાજનોની સુવિધા માટે દિવાળીના દિવસોમાં પોતાના પરિવારોને છોડી એક પણ રજા લીધા વિના ફરજ બજાવતા ST વિભાગના ઓલપાડ ડેપોના કર્મયોગીઓને બિરદાવવા ઓલપાડ ST ડેપો ખાતે જઈ કર્મયોગીઓ,  મુસાફરો સાથે મીઠાઈ વહેંચી નવા વર્ષની ઉજવણી કરી.

આ પણ વાંચો : સુરત : આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપા ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રિક લાગવશે : સી આર પાટીલ

દિવાળીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ જવાનો, બસના ડ્રાઈવર સહિતના અનેક લોકો પોતાના ઘરથી દૂર રહી ફરજ પર હજાર રહ્યા છે. રાજ્યના લોકોની દિવાળી સારી જાય તેના માટે તેઓ તમામ સતત તેમની સેવા આપી રહ્યા છે. ત્યારે રાજ્ય પ્રધાન મુકેશ પટેલે આ તમામ લોકોની સેવાને બિરદાવી હતી અને તેમની સાથે રહી દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો