Surat News : સારોલી મેટ્રો બ્રિજ નમી ગયા બાદ લેવાયો નિર્ણય, શહેરમાં ભારે વાહનોની અવરજવર પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ Video

|

Aug 01, 2024 | 3:38 PM

સુરતમાં સારોલી મેટ્રો બ્રિજ નમી જવાની ઘટના બની હતી. જેના પગલે સુરત ટ્રાફિક પોલીસે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. સારોલી મેટ્રો એટલે કે ઘટના સ્થળથી આશરે 10 કિ.મી આગળ આવેલા કેટલાક રોડ બંધ કરવામાં આવ્યા છે.

સુરતમાં સારોલી મેટ્રો બ્રિજ નમી જવાની ઘટના બની હતી. જેના પગલે સુરત ટ્રાફિક પોલીસે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. સારોલી મેટ્રો એટલે કે ઘટના સ્થળથી આશરે 10 કિ.મી આગળ આવેલા કેટલાક રોડ બંધ કરવામાં આવ્યા છે. જો કે ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફિક પોલીસે કેટલાક નિર્ણયો લીધા છે.

સુરતની જનતાને અગવડ ન પડે તે માટે સવારે 8:00થી રાત્રે 11:00 સુધી અનેક વિસ્તારમાં ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લક્ઝરી બસના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે સુરત ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ સુરતના કેટલાક રસ્તાઓ બંધ કરાતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

Next Video