Rain News : ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડિયા ડેમ છલકાયો, લોકો જોવા માટે ઉમટ્યા, જુઓ Video

Rain News : ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડિયા ડેમ છલકાયો, લોકો જોવા માટે ઉમટ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 20, 2025 | 1:29 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા મહુવા તાલુકાનો મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. ઉમરા ગામે આવેલી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા મહુવા તાલુકાનો મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. ઉમરા ગામે આવેલી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતા લોકો જોવા માટે ઉમટી પડ્યા છે. ડેમમાં નીર આવતા ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે.

છોટાઉદેપુરમાં ભારે વરસાદથી રોડ ધોવાયો

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં જનતા રોડ ઓરસંગ નદીના પાણીમાં ધોવાયો છે. 7 ગામને જોડતો રોડ પર પાણી ભરાતા રસ્તો ધોવાયો હતો. રોડ ધોવાઈ જતા 15 કિમીનો ફેરો કરવા મજબૂર છે. તથા 5 લાખના ખર્ચે બનાવેલો જનતા રોડ વરસાદના પાણી ભરાતા જ ધોવાઈ ગયો છે. રોડ ધોવાતા 15 હજારથી વધુ લોકોને અસર થઈ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો