Video : સુરતના જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો, 17 હજારથી વધુ રિયલ ડાયમંડનું સિંગલ વોચ બ્રેસલેટ બનાવ્યુ, જાણો શું છે તેની ખાસિયત

અગાઉ આ જવેલર્સે હોંગકોંગમાં કોરોનેટ વોચના નામે અગાઉ 15 હજાર ડાયમંડ લગાડવાનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. સુરતના (Surat) હાઈ ફેશન અને યુપી મેરઠના રેનાની જ્વેલર્સ દ્રારા સંયુક્ત રીતે વોચ બ્રેસલેટ તૈયાર કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 5:09 PM

ડાયમંડ નગરી સુરતમાં હવે માત્ર હીરાને જ પોલિશ્ડ નથી કરાતાં પરંતુ અવનવી જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક જ્વેલર્સે હોંગકોંગના જ્વેલર્સોને હંફાવી દીધા છે. હોંગકોંગનો રેકોર્ડ તોડી સિંગલ વોચ બ્રેસલેટમાં 17 હજારથી વધુ ડાયમંડ લગાવીને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. 7થી 8 મહિનાની મહેનતના અંતે આ બ્રેસલેટ વોચ તૈયાર થઈ છે. બ્રેસલેટમાં ડાયમંડની સાથે ગોલ્ડનો પણ ઉપયોગ કરાયો છે.

અગાઉ આ જવેલર્સે હોંગકોંગમાં કોરોનેટ વોચના નામે અગાઉ 15 હજાર ડાયમંડ લગાડવાનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. સુરતના હાઈ ફેશન અને યુપી મેરઠના રેનાની જ્વેલર્સ દ્રારા સંયુક્ત રીતે વોચ બ્રેસલેટ તૈયાર કરવામાં આવ્યું છે. હાઈ ફેશન જ્વેલરીના માલિકે કહ્યું, પહેરવામાં એકદમ આકર્ષક લાગતી આ વોચ અમે સિંગલ રાખીશું. બીજો પીસ અમે બનાવીશું નહીં. જેથી વિશ્વમાં આ એક માત્ર જ પીસ રહી શકશે. શ્રીનિકા વોચ બ્રેસલેટ દુનિયામાં પહેલી વાર બન્યો હોવાનો સુરતના જવેલર્સનો દાવો છે. હવે આપણે બ્રેસલેટની ખાસિયતની વાત કરીએ તો..

શું છે બ્રેસલેટની ખાસિયત ?

  • આ વોચ બ્રેસલેટમાં 17,524 રિયલ ડાયમંડ છે.
  • રીયલ ડાયમંડમાં 12 નેચરલ રીયલ બ્લેક ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે.
  • બ્રેસલેટમાં 0.72 કેરેટના ડાયમંડ છે.
  • ખાસ વાત તો એ છે કે, આ વોચમાં 113 નિલમની ચોકીઓ છે.
  • બ્રેસલેટમાં 373.030 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.
  • 54.70 કેરેટના ડાયમંડ વપરાયા છે.

સિંગલ વોચ બ્રેસલેટનું નામ શ્રીનિકા વોચ કેમ રખાયુ ?

આપણે એ પણ જાણી લઈએ કે, શ્રીનિકા વોચનું કેમ નામ રખાયું. શ્રીનિકા હિંદુ ધર્મની આસ્થાનું પ્રતિક છે. હિન્દુઓ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું છે બ્રેસલેટ. શ્રીનિકા ભગવાન વિષ્ણુના હૃદયનું ફૂલ છે. શ્રીનિકા મહાલક્ષ્મી માતાજીનું સ્વરૂપ મનાય છે. આ બ્રેસલેટ પહેરવાથી હકારાત્મક વિચાર આવશે તેવી પણ માન્યતા છે.

Follow Us:
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
g clip-path="url(#clip0_868_265)">