Gujarati Video : સુરતના કતારગામમાં જ્વેલર્સની દુકાનમાં સોના સાથે માલિક પણ ગુમ ! પોલીસ બે ફરિયાદ નોંધી

| Edited By: | Updated on: May 05, 2023 | 2:03 PM

Surat News : ગઇકાલે એટલે કે 4 મે 2023ના રોજ પ્રસંગમાં જવાનું હોવાથી જ્વેલર્સના માલિક બપોરે દુકાન બંધ કરીને ગયા હતા. જેના થોડા કલાકો બાદ કારીગર આવ્યો ત્યારે દુકાન ખુલ્લી હતી, પરંતુ દુકાનમાંથી સોનું ગાયબ હતું.

સુરતના (Surat) કતારગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતમાં એક જ્વેલર્સની દુકાનમાંથી સોના સાથે જ્વેલર્સના માલિક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. જ્વેલર્સના માલિકે દુકાનમાં સોનું મુકેલુ હતુ. સોનું પણ ગાયબ થયુ હોવાથી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ચોકબજાર પોલીસે બે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-Breaking News: જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, 6 લોકોના મોત, 6 લોકો ઘાયલ, જુઓ VIDEO

ગઇકાલે એટલે કે 4 મે 2023ના રોજ પ્રસંગમાં જવાનું હોવાથી જ્વેલર્સના માલિક બપોરે દુકાન બંધ કરીને ગયા હતા. જેના થોડા કલાકો બાદ કારીગર આવ્યો ત્યારે દુકાન ખુલ્લી હતી, પરંતુ દુકાનમાંથી સોનું ગાયબ હતું. જે પછી કારીગરે માલિકની શોધખોળ હાથ ધરી હતી, તો માલિક પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતુ. સમગ્ર ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસના કાફલાએ સોની વેપારી અને દુકાનમાંથી ગાયબ સોનાની તપાસ હાથ ધરી છે. જો કે કોઈ અજાણ્યા શખ્સોએ વેપારીને સોના સાથે ગાયબ કર્યો કે વેપારી જ ક્યાંક ચાલ્યો ગયો તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…