સુરત : સ્કૂલ વાનમાં શાળાએ જતું તમારું બાળક કેટલું સલામત? જુઓ વીડિયો

|

Jun 14, 2024 | 8:51 AM

સુરત: રાજકોટના TRP ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્રએ કડકાઈ વધારી પણ શાળાના વિદ્યાર્થીઓ માટે યોગ્ય દરકાર લેવાઈ ન રહી હોય તેમ લાગી રહ્યું છે.  વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સવારીને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી છે.

વાહન ચાલકો વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં  મૂકી રહ્યા છે.શાળા ખુલ્યા ના પહેલા દિવસે RTO દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું હતું. વાહનમાં ન જોવા મળી ફાયર સેફ્ટી કે ન તો જોવા મળ્યું ટેક્સી પાર્સિંગ. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ પણ ફટકારાયો છે. કડક આદેશ છતાં વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડ્યા હતા. એક તરફ વાલી પાસેથી બાહેધરી લેવામાં આવી રહી છે કે શાળાએ જતા કે આવતા સમયે વિદ્યાર્થીને કંઈ પણ થાય તો જવાબદારી વાલીની રહેશે.

આ પણ વાંચો : સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ, તબીબ નશાની હાલતમાં ઝડપાયા, જુઓ વીડિયો

Next Video