‘કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સાથે કેબિનમાં પ્રવેશવું નહીં’… આ નોટિસની પાછળનું કારણ શું? મનપા અધિકારીઓને કેમ લાગી રહ્યો છે ડર? જુઓ Video
કોઇએ પણ મોબાઇલ સાથે કેબિનમાં પ્રવેશવું નહીં. જો તમે સુરત મનપાની મુલાકાતે હોવ તો અધિકારીઓની કેબિન બહાર આવી નોટિસ તમને અચૂક જોવા મળશે. હવે આ નોટિસની પાછળનું કારણ શું?
કોઇએ પણ મોબાઇલ સાથે કેબિનમાં પ્રવેશવું નહીં. જો તમે સુરત મનપાની મુલાકાતે હોવ તો અધિકારીઓની કેબિન બહાર આવી નોટિસ તમને અચૂક જોવા મળશે. અહીં સ્પષ્ટ રીતે આદેશ કરી દેવાયો છે કે, મોબાઇલમાં ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરવું નહીં.
આટલું જ નહીં કેબિનમાં મોબાઇલ સાથે પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. હવે અહીં સવાલ એ સર્જાય છે કે, અધિકારીઓના એવા તો શું ગોરખધંધા હશે કે તેઓને આવો દાદાગીરી ભર્યો નિર્ણય લેવો પડ્યો?
નોટિસને લઈને ઘણા સવાલો ઊભા થયા
એક તરફ સરકાર ટેક્નોલોજીના વિસ્તારની વાત કરી રહી છે, તો બીજી તરફ સુરત મનપામાં તેની સામેનું એટલે કે વિપરીત વર્તન જોવા મળી રહ્યું છે. સુરત મનપાની આ નોટિસને લઈને હવે ઘણા સવાલો ઊભા થયા છે.
અધિકારીઓએ કેબિન બહાર આવી નોટિસ શા માટે લગાવી? તેમને મોબાઇલથી શું ડર લાગે છે? શું કોઈ એવી બાબત છુપાયેલી છે જે બહાર આવી જાય તેવો ભય છે? હવે આ મુદ્દે શહેરમાં ચર્ચા પણ ચાલી રહી છે.
