સુરતમાં વેપારની આડમાં ચાલી રહેલા સાયબર ફ્રોડનો પર્દાફાશ, SOGના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા – જુઓ Video
સુરતમાં ડીંડોલી વિસ્તારમાં મોટી કાર્યવાહી થઈ છે. વેપારની આડમાં ચાલી રહેલા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે, જેમાં SOG એ રેડ પાડી અને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરતમાં ડીંડોલી વિસ્તારમાં વેપારની આડમાં ચાલી રહેલા સાયબર ફ્રોડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. SOG એ ગ્રીન વેલી શોપિંગ કોમ્પલેક્સ પર દરોડા પાડી ચાર ગઠિયાને ઝડપી પાડ્યા છે.
તપાસમાં ખુલ્યું છે કે, આ ગેંગ દુબઈથી સંચાલિત નેટવર્ક સાથે સંકળાયેલી હતી. આ ગેંગ ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સની ઓફિસમાં બેસીને છેલ્લા પાંચ વર્ષથી લોકોને ઠગી રહી હતી.
ઈન્ટરનેટ બેંકિંગ મારફતે દેશભરના લોકોને સંપર્ક કરી ઓનલાઈન ઠગાઈ કરી, તેઓ પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા. આરોપીઓએ જુદા જુદા લોકોના નામે બેંક ખાતાં ખોલાવ્યા અને તેનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન માટે કરતા હતા.
પોલીસે સ્થળ પરથી 7 મોબાઈલ, 2 કોમ્પ્યુટર, 9 ચેકબુક, 4 પાસબુક, 7 એટીએમ-ડેબિટ કાર્ડ, 5 સિમ કાર્ડ તેમજ ઓળખના દસ્તાવેજો કબજે કર્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેમની 5 દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવી છે અને આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
