સુરત : પુણા વિસ્તારમાં ખાનગી સ્કુલો સીલ કરવામાં આવતા સંચાલક મંડળે વિરોધ કર્યો, જુઓ વીડિયો

|

May 30, 2024 | 9:56 AM

સુરત: પુણા વિસ્તારમાં ખાનગી સ્કુલોમાં સીલ કરતા વિરોધ થયો છે. પુણાગામમાં ફાયર અને મનપાએ સ્કુલો પર કાર્યવાહી કરી હતી. રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને  અહીં 20 વર્ષોથી ચાલતી શાળાઓ તાત્કાલિક સીલ કરાઈ છે. 

તંત્રની કાર્યવાહી સામે ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. ફાયરની NOC હોવા છતાં બિલ્ડીંગ ગેરકાયદેસર બતાવી સીલ કર્યાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા કામગીરી કરતા હોવાનો આરોપ  મુકવામાં  આવ્યો છે.

શાળા સંચાલક મંડળનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા છે એટલે તમામ સગવડ રાખી છે. શાળાઓના સીલ નહીં ખોલાય ત્યાંસુધી અન્ય શાળાઓ બંધ રાખી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Next Video