સુરત : રિક્ષામાં મુસાફર બેસાડી લૂંટ કરતી ગેંગ ઝડપાઈ, પોલીસે બે લૂંટારુઓની ધરપકડ કરી

|

Dec 08, 2023 | 10:33 AM

સુરત શહેરમાં એકલા દેખાતા વ્યક્તિને નિશાન બનાવી લૂંટી લેતી રિક્ષા ગેંગ સક્રિય બની છે. આ ટોળકીએ એક વૃદ્ધ સાથે 27 હજારની લૂંટ ચલાવી હોવાનો મામલો સામે આવ્યો હતો.પોલીસે CCTVની તપાસ કરીરિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીઓનું પગેરૂં મેળવ્યું હતું જે બાદ પોલીસે ગણતરીના સમયમાં સરબાઝ ખાન પઠાણ અને ઇમરાન નામના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે.

સુરત શહેરમાં એકલા દેખાતા વ્યક્તિને નિશાન બનાવી લૂંટી લેતી રિક્ષા ગેંગ સક્રિય બની છે. આ ટોળકીએ એક વૃદ્ધ સાથે 27 હજારની લૂંટ ચલાવી હોવાનો મામલો સામે આવ્યો હતો. ઘટના સુરત શહેરના કાપોદ્રા બ્રિજ પાસે બની હતી જ્યાં એક વૃદ્ધ બોટાદથી આવ્યા હતા અને વરાછા પોતાના દીકરાને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા જતા હતા.

કાપોદ્રા બ્રિજ નીચેથી એક રિક્ષામાં બેઠા હતા. જો કે રિક્ષામાં પહેલાથી જ 2 મુસાફરો સવાર હતા. વૃદ્ધ જેવા રિક્ષામાં સવાર થયા તરત જ રિક્ષામાં સવાર લોકોએ પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો. રિક્ષા ગેંગે તેમને લૂંટવા માટેનો મોકો શોધ્યો હતો. આ દરમિયાન વૃદ્ધને રિક્ષામાં સવાર અન્ય 2 મુસાફરો અને રિક્ષા ચાલક પર શંકા ગઇ હતી. મહત્વનું છે, રિક્ષા ચાલક અને સવાર અન્ય 2 મુસાફરો એક જ ગેંગના હતા.આ ગેંગે મોકો જોઇને અવાવરું વિસ્તારમાં રિક્ષા ઉભી રાખીઅને વૃદ્ધને ધમકાવીને માર માર્યો તેમજ પગમાં ચપ્પુ પણ મારી ભયભીત બનાવ્યો હતો. ટોળકીએ વૃદ્ધ પાસેથી મોબાઇલ, ઘડીયાળ અને રોકડ સહતિ 27 હજારની લૂંટ ચલાવી અને વૃદ્ધને ઉત્રાણ બ્રિજ પાસે ઉતારીને ફરાર થઇ ગયા હતા.

પોલીસે CCTVની તપાસ કરીરિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીઓનું પગેરૂં મેળવ્યું હતું જે બાદ પોલીસે ગણતરીના સમયમાં સરબાઝ ખાન પઠાણ અને ઇમરાન નામના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:33 am, Fri, 8 December 23

Next Video