Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : માંડવીના પાતલ ગામે વનવિભાગે દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું

Surat : માંડવીના પાતલ ગામે વનવિભાગે દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:34 PM

સુરતના વન વિભાગે દીપડીના બચ્ચાઓનો કબજો લીધો હતો અને દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવવા માટે વન વિભાગની ટીમે ઘટનાસ્થળે CCTV કેમેરા ગોઠવ્યા હતા.જયાં CCTVમાં દીપડી બચ્ચા સાથે જોવા મળી હતી.

સુરતના (Surat )માંડવીના પાતલ ગામે વનવિભાગે દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું. આખરે માતાથી વિખુટા પડેલા ત્રણ દીપડીના               ( leopardess) બચ્ચાનું માતા સાથે પુનઃમિલન થયું છે.આ ત્રણ દીપડીના બચ્ચાનું માતા સાથે ફરી મિલન વન વિભાગની(Forest Department)  ટીમે કરાવ્યું છે.માંડવીના પાતલ ગામે ખેતરમાંથી ત્રણ દીપડીના બચ્ચા મળી આવ્યા હતા.જયાં વન વિભાગે દીપડીના બચ્ચાઓનો કબજો લીધો હતો અને દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવવા માટે વન વિભાગની ટીમે ઘટનાસ્થળે CCTV કેમેરા ગોઠવ્યા હતા.જયાં CCTVમાં દીપડી બચ્ચા સાથે જોવા મળી હતી. સ્થાનિકોએ વન વિભાગની કામગીરીને બિરદાવી પ્રશંસા કરી હતી.

તો આ તરફ બારડોલી તાલુકાના જુની કિકવાડ ગામે ત્રણ વર્ષની દીપડી પાંજરે પૂરાઈ છે.દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ગભાણ ફળિયામાં ખેતર નજીકથી વન વિભાગે દીપડીને પાંજરે પૂરી હતી..જુની કિકવાડ ગામમાં વારંવાર દીપડી દેખાતા 4 એપ્રિલ પાંજરું મુકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણે આપઘાત કર્યાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ કરી

આ પણ વાંચો : પીપાવાવ પોર્ટ પરથી કસ્ટમ, એટીએસ અને DRI ના સંયુક્ત ઓપરેશનથી ડ્રગ્સ ઝડપાયું : આશિષ ભાટિયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 29, 2022 10:34 PM
g clip-path="url(#clip0_868_265)">