પીપાવાવ પોર્ટ પરથી કસ્ટમ, એટીએસ અને DRI ના સંયુક્ત ઓપરેશનથી ડ્રગ્સ ઝડપાયું : આશિષ ભાટિયા

પીપાવાવ પોર્ટ પરથી કસ્ટમ, એટીએસ અને DRI ના સંયુક્ત ઓપરેશનથી ડ્રગ્સ ઝડપાયું : આશિષ ભાટિયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:34 PM

ગુજરાતના  ડીજીપી આશિષ ભાટીયાએ(Ashish Bhatia) જણાવ્યું હતું કે એટીએસ અને DRIએ પીપાવાવ પોર્ટ પર પાંચ મહિના પહેલા આવેલા કન્સાઇમેન્ટની તપાસ કરી હતી. જેમાં એક સુતળીવાળું કન્ટેન્ટર આવ્યું હતું. તેમજ એટીએસને માહિતી મળતા રેડ કરી અને જેમાં 80 કિલો હેરોઇન જપ્ત કર્યું

ગુજરાતના(Gujarat)  કંડલા અને મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ(Pipavav Port)  પરથી ડ્રગ્સનો(Drugs)  મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં 9000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ અંગે ગુજરાતના  ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે એટીએસ અને DRIએ પીપાવાવ પોર્ટ પર પાંચ મહિના પહેલા આવેલા કન્સાઇમેન્ટની તપાસ કરી હતી. જેમાં એક સુતળીવાળું કન્ટેન્ટર આવ્યું હતું. તેમજ એટીએસને માહિતી મળતા રેડ કરી અને જેમાં 80 કિલો હેરોઇન જપ્ત કર્યું જેની કિંમત 450 કરોડ થાય છે. પીપાવાવ પોર્ટ પર કન્ટેનર છે અને તેમાં સુતળી હતી. તેમજ સુતળીમાં હેરોઇન ડૂબળેલું હતું.

જ્યારે છેલ્લા અઠવાડિયામાં 436 કિલો હેરોઇન કબજે કરવામાં આવ્યું છે જેની કિંમત 2180 કરોડ રૂપિયા થાય છે. એસિડિક એનાઇડ્રેસ મેળવીને ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. ડ્રગ્સ માફિયાઓ દોઢ વર્ષથી એક્ટિવ થયા છે. તેમજ આરોપી નવા પેતરા અપનાવી રહ્યા છે. આ ઉપરાંત કંડલા પોર્ટ પર કનસાઇન્ટમેન્ટ અને જખૌમાંથી ડ્રગ્સ પકડાયું હતું.કંડલા પોર્ટમાંથી 205 કિલો હેરોઇન પકડાયું હતું.જેમાં DRI તપાસ કરી રહ્યું છે.

કંડલા અને મુન્દ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો  જથ્થો ઝડપાયો છે. જેમાં ડીઆરઆઇ, કસ્ટમ અને એટીએસનું સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થો ઝડપાયો છે. જેમાં પોર્ટ પરના કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે. જેમાં અત્યાર સુધીમાં દેશભરમાં ઝડપાયેલા કન્સાઇનમેન્ટમાં સૌથી મોટું કન્સાઇનમેન્ટ હોવાની સંભાવના છે. હાલ તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર ઓફિસરોના પીપાવાવ પોર્ટ પર ધામા નાખ્યા છે.

Published on: Apr 29, 2022 06:57 PM
g clip-path="url(#clip0_868_265)">