Surat Breaking News: સુરતમાં ફાયર વિભાગ એક્શનમાં, ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચકાસણી શરૂ

| Edited By: | Updated on: Jun 24, 2026 | 12:56 PM

લખનઉમાં બનેલી દુર્ઘટના બાદ હવે તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે શહેરભરમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સઘન તપાસ શરૂ કરી છે. શહેરના ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો, હોટલો અને શાળાઓમાં અલગ-અલગ ફાયર ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

લખનઉમાં બનેલી દુર્ઘટના બાદ હવે તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે શહેરભરમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સઘન તપાસ શરૂ કરી છે. શહેરના ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો, હોટલો અને શાળાઓમાં અલગ-અલગ ફાયર ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ફાયર NOC સહિતના દસ્તાવેજોની તપાસ

ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સાધનો કાર્યરત છે કે નહીં, ઇમરજન્સી એક્ઝિટની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં અને આગ જેવી પરિસ્થિતિમાં બચાવ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ સંબંધિત સંસ્થાઓ પાસે જરૂરી મંજૂરીઓ અને ફાયર એનઓસી સહિતના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું

ખાસ કરીને ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોવાથી ત્યાં સુરક્ષા ધોરણોનું પાલન થાય છે કે નહીં તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ટીમોએ કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્ય હેતુ આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવાનો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં થતું હોય અથવા જરૂરી દસ્તાવેજો અધૂરા હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર સ્થળોએ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવાનો છે.

લખનઉની ઘટના બાદ સુરત ફાયર વિભાગનું આ અભિયાન શહેરમાં સલામતીના માપદંડોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Breaking News: હાઇકોર્ટની કડક કાર્યવાહી, શિક્ષણ વિભાગના સચિવને 1 લાખનો વ્યક્તિગત દંડ, Watch Video

Published on: Jun 24, 2026 12:55 PM
Follow Us