સુરત : 88 લાખની લૂંટના કેસમાં આરોપીનો ચહેરો ઓળખાયો, જુઓ વીડિયો
સુરત : મહિધરપુરા વિસ્તારમાંથી થયેલ લાખોની લૂંટના મામલે મોટું અપડેટ સામે આવ્યું છે.લાલગેટ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધી પોલીસે તપાસ આગળ ધપાવી છે ત્યારે લૂંટારુઓના ચહેરા ઓળખાયા છે.
સુરત : મહિધરપુરા વિસ્તારમાંથી થયેલ લાખોની લૂંટના મામલે મોટું અપડેટ સામે આવ્યું છે.લાલગેટ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધી પોલીસે તપાસ આગળ ધપાવી છે ત્યારે લૂંટારુઓના ચહેરા ઓળખાયા છે.
ઉલ્લેખનીય છે કે 88 લાખ 46 હજાર ની લૂંટ ચાલવામાં આવી હતી. અજાણ્યા વ્યક્તિ દ્વારા રિવોલ્વરની અણીએ અપહરણ કરી લૂંટ ચલાવામાં આવી હતી. લૂટારૂપની સ્પષ્ટ તસવીર સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન આ તસવીર મેળવી લીધી છે.
લૂંટ કરનાર વ્યક્તિએ મોપેડની પાછળ બેસી ફરિયાદી પર રિવોલ્વર તાકી હતી.સીસીટીવી ના આધારે તમામ એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે. ગુજરાતભરમાં આ તસવીર મોકલી લૂંટારુઓની શોધખોળ હાથ ધરાઈ છે.