ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ…નવેમ્બરમાં હીરાની એક્સપોર્ટમાં થયો ભવ્ય ઉછાળો
નવેમ્બર મહિનામાં હીરા ઉદ્યોગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અમેરિકાથી ઓર્ડરો ફરી શરૂ થતાં ઉદ્યોગમાં ફરી ગતિ આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ખાસ કરીને નેચરલ તેમજનેચરલ અને લેબગ્રોન ડાયમંડની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન અને વેપારમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે.
મંદીના દબાણમાંથી બહાર આવવા પ્રયત્નશીલ સુરતનો હીરા ઉદ્યોગ હવે ફરી આશાની કિરણ જોઈ રહ્યો છે. ક્રિસમસના તહેવારોને કારણે બજારમાં માગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરા વ્યવસાયમાં સ્પષ્ટ તેજી નોંધાઈ છે, જેના કારણે કામકાજ અને રોજગારીમાં વધારો થવાની શક્યતાઓ ઉભી થઈ છે. વેપારીઓનું માનવું છે કે તહેવારી સીઝનમાં મળતા ઓર્ડરોના કારણે રોજગારીમાં લગભગ બમણો વધારો થઈ શકે છે.
ભલે અગાઉ કેટલાક અમેરિકન ઓર્ડર પરત ફર્યા હતા, તેમ છતાં હીરા ઉદ્યોગે પોતાની ગતિ જાળવી રાખી છે. હાલમાં નેચરલ તેમજ લેબ અને લેબગ્રોન ડાયમંડની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે કામદારો માટે નવી રોજગારીની તકો પણ સર્જાઈ રહી છે.
લાંબા સમયથી મંદીની અસર હેઠળ રહેલો હીરા ઉદ્યોગ હવે નાતાલના તહેવારના સહારે ફરી મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. તહેવારી માહોલને કારણે અમેરિકાથી ઓર્ડરો ફરી શરૂ થતા એક્સપોર્ટમાં ખાસ કરીને નવેમ્બર મહિનામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. હીરા ઉદ્યોગ સાથે સાથે અન્ય જ્વેલરી સેક્ટરમાં પણ સકારાત્મક માહોલ સર્જાતા વેપારીઓ આવનારા સમયમાં વધુ રોજગારી ઊભી થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.
Input Credit- Baldev Suthar- Surat
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો