સુરત: ચોમાસાની સીઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો, તંત્ર એલર્ટ, જુઓ વીડિયો

|

Jul 16, 2024 | 12:42 PM

સુરત: ચોમાસાની સીઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. નવી સિવિલ, સ્વીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેંટરમાં દર્દીની સંખ્યા વધી રહી છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બની છે.

સુરત: ચોમાસાની સીઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. નવી સિવિલ, સ્વીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેંટરમાં દર્દીની સંખ્યા વધી રહી છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બની છે.

ગત વર્ષ કરતા આ વર્ષે મેલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે. તો ડેન્ગ્યુના કેસમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે. તંત્ર દ્વારા 445 ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં બાંધકામ સાઈટ, ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા નાશ કરવામાં આવી રહ્યો છે. 14 દિવસમાં બાંધકામ સાઇટ સહિત અનેક લોકોને દંડ કરવામાં આવ્યો છે. બે માસમાં આરોગ્ય વિભાગે 15 લાખનો દંડ વસુલ્યો છે.

આ પણ વાંચો : Rain Report : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ Video

Next Video