Surat: સબજેલ પાસે ટાંકીનું કરાયુ ડિમોલિશન, ગણતરીની સેકન્ડોમાં થઈ જમીનદોસ્ત- જુઓ Video
Surat: સુરતમાં સબજેલ નજીક આવેલી જર્જરીત ટાંકીનું ડિમોલિશન કરવામાં આવ્યુ. તંત્ર દ્વારા જર્જરીત જોખમી ટાંકીને તોડી પાડવામાં આવી છે. ગણતરીની સેકન્ડોમાં જ ટાંકી ધડાકાભેર જમીનદોસ્ત થઈ હતી.
Surat : સુરતમાં આવેલી સબજેલ પાસે જર્જરીત ટાંકીનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જર્જરીત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. ટાંકી જમીનદોસ્ત થવાના દૃશ્યો સામે આવ્યા છે. માત્ર ગણતરીની સેકન્ડોમાં જ પાણીની ટાંકી ધડાકાભેર જમીનદોસ્ત કરી દેવામાં આવે છે. જો કે એવી પણ લોક ચર્ચા છે, કે તંત્રએ આયોજન વિના ટાંકીને તોડી પાડી છે. આયોજન વિના આ પ્રકારની કામગીરી જોખમી બની શકે છે અને કોઇ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ ? જો કે ઘટનામાં હાલ નુકસાનીના કોઇ અહેવાલ સામે નથી આવ્યા.
આ પણ વાંચો : Gujarat Video: ખાડે ગયુ તંત્ર! વલસાડથી નાસિકને જોડતા નેશનલ હાઈવે 48 પર દોઢ દોઢ ફુટના ખાડા
આ ટાંકી જોખમી બનતા ઉતારી લેવાઈ હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી છે. જો કે આ કામગીરી દરમિયાન અહીંથી અવરજવર બંધ કરાઈ હોવાથી લોકોને લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી પડી ન હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
