Gujarat Video: ખાડે ગયુ તંત્ર! વલસાડથી નાસિકને જોડતા નેશનલ હાઈવે 48 પર દોઢ દોઢ ફુટના ખાડા
Valsad: વલસાડથી નાસિકને જોડતા નેશનલ હાઈવે 48 પર કુંભઘાટ વિસ્તાર નજીક મસમોટા ખાડા પડ્યા છે. અહીં હાઈવે પર રોડ થોડો અને ખાડા વધુ છે. અહીથી પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. અનેક રજૂઆતો કરવા છતા તંત્ર રસ્તા રસ્તો રિપેર કરવાની કોઈ કામગીરી કરતુ નથી.
Valsad: ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના હાઈવે બિસ્માર બન્યા છે. વલસાડ જિલ્લા અને નાસિકને જોડતો અને કપરાડા તાલુકામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે 48નો કુંભઘાટ વિસ્તારના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આવેલો કુંભઘાટ સૌથી જોખમી ઘાટ માનવામાં આવે છે. આ ઘાટ પર વારંવાર અકસ્માત થવાની પણ ઘટનાઓ બનતી રહે છે. જેમાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.
નેશનલ હાઈવે 48 પર કુંભઘાટ નજીક મસમોટા ખાડા
હાલ કુંભઘાટ પર ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ઉભું થઈ ગયું છે. જેથી વાહનચાલકોને તો તકલીફ પડે છે. સાથે સાથે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં પણ તકલીફ પડે છે. આ રસ્તા પરથી અધિકારીઓ અને સત્તાધિશો પણ પસાર થાય છે. રસ્તાની ખસ્તા હાલતથી અધિકારીઓ પરિચીત હોવા છતાં રસ્તાનું સમારકામ ન થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
નેશનલ હાઇવે નંબર 48 વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના નાસિકને જોડે છે. અહીંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. રસ્તા અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. અધિકારીઓની આળસવૃત્તિનો ભોગ વાહનચાલકોને બનવાનો વારો આવ્યો છે.