સુરતમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ: ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
ક્રાઈમ બ્રાંચે તરત જ ટ્રેપ ગોઠવી અને પૈસા લેવાના સ્થળે બંને આરોપીઓને રંગેહાથ ઝડપ્યા. પોલીસે 20 લાખ રૂપિયા રોકડ, ત્રણ મોબાઈલ ફોન અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે.
સુરત શહેરમાં ક્રાઈમ બ્રાંચે હનીટ્રેપના મોટા રેકેટનો ભંડાફોડ કર્યો છે. યુવકને ફસાવી તેનું ન્યૂડ વીડિયો બનાવી 50 લાખ રૂપિયાની ખંડણી માંગનાર યુવક-યુવતીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ અભિષેક શેઠિયા અને હેતલ બારૈયા તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી યુવતીએ ફરિયાદીને મિત્રતા કરીને તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. બાદમાં આરોપી જોડાએ મળીને તેનો ન્યૂડ વીડિયો બનાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેના બદલે 50 લાખની ખંડણીની માગ કરવામાં આવી હતી. ડરી ગયેલા યુવકે આખરે સુરત ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કર્યો.
ક્રાઈમ બ્રાંચે તરત જ ટ્રેપ ગોઠવી અને પૈસા લેવાના સ્થળે બંને આરોપીઓને રંગેહાથ ઝડપ્યા. પોલીસે 20 લાખ રૂપિયા રોકડ, ત્રણ મોબાઈલ ફોન અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે. કેસમાં વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા સાથે તપાસ આગળ વધી રહી છે.
માનસિક બિમાર યુવતી પર દુષ્કર્મ : દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો, જુઓ Video
Published on: Dec 07, 2025 07:52 PM
