Surat : માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની 2 વર્ષની સજાના કેસમાં આજે સુનાવણી, જુઓ Video
માનહાનિના કેસમાં નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આજે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી પર સુનાવણી કરવામાં આવશે. જો કે કોર્ટે ગત સુનાવણી વખતે જ રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.
મોદી અટક મુદ્દે માનહાનિના કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અરજી પર આજે ફરી સુરતની કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આજે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી પર સુનાવણી કરવામાં આવશે. જો કે કોર્ટે ગત સુનાવણી વખતે જ રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.
આ પણ વાંચો: Surat: લોકોને 3 કરોડનો ચુનો ચોપડનાર ભાગેડુ રાકેશ ભીમાણીની ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસાઓ
કોર્ટે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સુનાવણી દરમિયાન હાજર રહેવું જરૂરી નથી. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં તેમણે સ્ટે ઓફ કન્વેક્શન માટેની અપીલ કરી છે. આ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.
જે બાદ ગત રોજ ફરિયાદી પૂર્ણેશ મોદી તેમના વકીલ સાથે સુરતની કોર્ટમાં હાજર થયા હતા અને તેમની વાંધા અરજી રજૂ કરી હતી. પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે અમે અમારો જવાબ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે.
રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું
સમગ્ર કેસની વિગત જોઇએ તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને ટિપ્પણી કહી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે 23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી.
આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા કોર્ટ દ્વારા તરત જ રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાહુલે 3 એપ્રિલના રોજ નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…