Surat: ઊંટે ભારે કરી! સુરતના રસ્તા પર લારી લઈને ભાગવા લાગતા સર્જાયો અકસ્માતનો ભય, ફિલ્મી સ્ટાઈલથી માલિકે કાબૂમાં લીધો, જુઓ Video
ઊંટે ભારે કરી

Surat: ઊંટે ભારે કરી! સુરતના રસ્તા પર લારી લઈને ભાગવા લાગતા સર્જાયો અકસ્માતનો ભય, ફિલ્મી સ્ટાઈલથી માલિકે કાબૂમાં લીધો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 16, 2023 | 9:44 PM

સુરતમાં એક અજીબો ગરીબ ઘટના જોવા મળી હતી. એક ઊંટ લારી શહેરના માર્ગ પર દોડવા લાગી હતી. પરંતુ ઊંટ લારીમાં તેનો હંકારનારો જ નહોતો. ઊંટ પોતાની સાથે બાંધેલ લારીને લઈને રસ્તા પર પૂરપાટ દોડવા લાગ્યુ હતુ. જોકે આગળ જતા તેને પકડી લેવામાં આવ્યુ હતુ.

 

સુરતમાં એક અજીબો ગરીબ ઘટના જોવા મળી હતી. એક ઊંટ લારી શહેરના માર્ગ પર દોડવા લાગી હતી. પરંતુ ઊંટ લારીમાં તેનો હંકારનારો જ નહોતો. ઊંટ પોતાની સાથે બાંધેલ લારીને લઈને રસ્તા પર પૂરપાટ દોડવા લાગ્યુ હતુ. જોકે આગળ જતા તેને પકડી લેવામાં આવ્યુ હતુ. વીડિયોમાં જોઈને અંદાજ લગાવી શકાય છે, ઊંટને આ ઝડપે અને સ્થિતિમાં પકડવુ મુશ્કેલ છે, પરંતુ તેના હંકારનારે ફિલ્મી સ્ટાઈલથી ઊંટને પકડી લઈને તેને કાબૂમાં લઈ લીધુ હતુ.

રસ્તા પર જાણે કે કૌતુક સર્જાયુ હતુ. રસ્તે જનારા લોકો પણ ઊંટના દ્રશ્યોને કેમેરામાં કંડારવા લાગ્યા હતા. ઊંટના હંકારનારે જોકે યૂક્તિ વાપરી હતી અને તે ઊંટને પકડવા માટે પહેલાથી જ આગળ પહોંચી ગયો હતો અને સામે આવતા ઊંટના ગળાની દોરીને સાહસ પૂર્વક પોતાના હાથમાં પકડી લઈને ઊંટ પર નિયંત્રણ મેળવી લીધુ હતુ. ઊંટલારીને હંકારનારા યુવાનને જોખમ ખેડીને દોરી પકડી હતી. ઊંટલારી જો આમ જ થોડી વાર વધુ માર્ગ પર આ ઝડપે દોડી હોતતો અકસ્માતનો ભય રહેલો હતો અને તેને ટાળવા માટે ઊંટને કાબૂમાં લેવુ જરુરી હતુ.

 

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 16, 2023 09:44 PM