ઘરે-ઘરે પહોંચશે રામ મંદિર ! સુરતના વેપારી દ્વારા રામ મંદિરની 3 ઈંચથી 4 ફૂટ સુધીની પ્રતિકૃતિનું નિર્માણ
સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે. પ્લાયવુડમાંથી તૈયાર થતી રામ મંદિરની આ મનોહારી પ્રતિકૃતિ લોકોને આકર્ષી રહી છે.
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનો અવસર નજીક આવી રહ્યો છે. ત્યારે લોકોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે. એક તરફ રામલલ્લા તેમના મૂળ સ્થાને બિરાજમાન થશે અને બીજી તરફ લોકો તેમના ઘરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરને વિદ્યમાન કરશે.
સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે. પ્લાયવુડમાંથી તૈયાર થતી રામ મંદિરની આ મનોહારી પ્રતિકૃતિ લોકોને આકર્ષી રહી છે. વેપારીને પ્રતિદિન લગભગ 100 મંદિરનો ઓર્ડર મળી રહ્યો છે. અને એક અનુમાન મુજબ આવનારા દિવસોમાં લગભગ એક લાખ ઘર સુધી આ રામ મંદિર પહોંચી ચુક્યા હશે.
સુરતમાં છેલ્લાં એક વર્ષથી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરાઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કામ મહિલાઓ કરી રહી છે. 30 જેટલી મહિલાઓ કરોડો હિન્દુઓની આસ્થાને વાચા આપતા મનોહારી મંદિરનું નિર્માણ કરી રહી છે. આ રીતે મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. અને સાથે જ આ પ્રતિકૃતિઓના વેચાણથી પ્રાપ્ત થતી કમાણીમાંથી 8 ટકા હિસ્સો જરૂરિયાતમંદો પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે.
ગુજરાત કે ભારતમાંથી જ નહીં પરંતુ, વિદેશમાંથી પણ આ મંદિર માટે માંગ ઉઠી રહી છે. શ્રીરામ પ્રત્યેની અને રામ મંદિર પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવા લોકો મોટી સંખ્યામાં મંદિરની માંગ કરી રહ્યા છે.
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
