Surat Breaking News : સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી, ઉડતી સીમેન્ટ અને રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી ! જુઓ Video

| Edited By: | Updated on: Aug 25, 2026 | 1:35 PM

સુરતની સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે ત્યારે ફરી એક વખત તેના સમારકામને લઈને હવે વિવાદ થયો છે. હોસ્પિટલના ભ્રષ્ટ બાંધકામ અને તંત્રની કામગીરી સામે હવે સવાલો ઊઠી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમો ઘેરાતી હોય છે. ત્યારે વધુ એક વખત તેના સમરકામની કામગીરી પર વિવાદ સર્જાયો છે. MRI ડિપાર્ટમેન્ટની અંદર છ મહિના પહેલી બનેલી જે દિવાલ હતી તેનું રિપેરંગ કામ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જે દર્દીઓ છે તે મોટી સંખ્યાની અંદર સારવાર લઈ રહ્યા છે.

સીમેન્ટ અને રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની ચાલી રહી છે સારવાર

સ્મીમેર હોસ્પિટલમાં સમારકામની કામગીરી પર વિવાદ સર્જાયો છે. MRI ડિપાર્ટમેન્ટમાં 6 મહિના પહેલાં બનેલી દીવાલોનું ફરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. સતત ઉડતી સીમેન્ટ અને રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની તપાસ ચાલી રહી છે. CT સ્કેન, MRI અને X-Ray માટે આવતા સ્ટીચ લીધેલા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળિયા વાતાવરણમાં શ્વાસ લેવો મુશ્કેલ થવા છતા અધિકારીઓ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. મેડિકલ સાધનોમાં ડસ્ટ ઘૂસી જતાં કરોડોના મશીનો બગડવાની શક્યતા છે. હોસ્પિટલના ભ્રષ્ટ બાંધકામ અને તંત્રની કામગીરી સામે હવે સવાલો ઊઠી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રખડતા કૂતરાં પણ વીડિયો સોશિયલ મીડિયા થયો હતો વાયરલ

આ પહેલા સુરતની સ્મીમેર હોસ્પિટલના ડિલિવરી વોર્ડમાં રખડતા કૂતરાં પણ ફરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેનાથી સ્વચ્છતા અને દર્દીઓની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ હતી. દર્દીઓને દાખલ કરવામાં આવતા વિસ્તારમાં કૂતરાં જોવા મળ્યા હતા. જેના કારણે હોસ્પિટલના આ સંવેદનશીલ વોર્ડમાં આ પ્રાણીઓ કેવી રીતે પ્રવેશ્યા તે અંગે સવાલો ઉભા થયા હતા.

આ પણ વાંચો, Breaking News : જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.