સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Dec 02, 2023 | 1:49 PM

સુરત: મહાનગરમાં જહાંગીરપુરા, વેસુ, ડિડોલી અને ભીમરાડ ખાતે સરકારી આવાસ આકાર પામનાર છે. આ અંગે ફોર્મ વિતરણ કામગીરી શરુ કરવામાંઆવતા ફોર્મ મેળવવા લોકોએ પડાપડી કરી હતી. વહેલી સવારથી જ ફોર્મ વિતરણ કરનારી બેંકો પર ફોર્મ લેવા માટે આવાસ ઈચ્છુક લોકોએ લામી લાઈન લગાવીસપનાના ઘરની ઈચ્છા પૂર્ણ કરવા પ્રયાસ હઠળ ધર્યા હતા.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોનું નિર્માણ કરવામાં  રહ્યું  છે અત્યાર સુધીમાં અનેક લોકોએ આ યોજના હેઠળ ઘરની ફાળવણી મેળવી છે. આગામી દિવસોમાં  વધુ આવાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી રહી છે.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભીમરાડ ગામની પાછળ સિદ્ધિ એલીપ્સ પાસે સુમન સ્મિતમાં928, ડીંડોલી રીજન્ટ પ્લાઝાની બાજુમાં સુમન નુપુર ખાતે 63 વેસુ કેનાલ રોડ સ્થિત સુમન શિલ્પમાં 540 અને જહાંગીરપુરા સ્થિત વિવેકાનંદ કોલેજની પાછળ 800 કરતા વધુ  આવાસ બનાવવામાં આવનાર છે.

આવાસ મેળવવા માટે બેંકમાંથી ફોર્મ મેળવવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતા આવાસના ફોર્મ લેવા માટે બેંક બહાર લાઈન લાગી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો