સુરત : લાલ દરવાજા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના પ્રયાસ દરમિયાન અકસ્માત સર્જાયો, જુઓ વીડિયો
સુરતઃ શહેરમાં ચેઇન સ્નેચર તરખાટ મચાવી રહ્યા છે. લાલ દરવાજા વિસ્તારમાં ચાલુ બાઇકે ચેઇન સ્નેચિંગનો પ્રયાસ થયો હતો. મહિલાની ચેઇન તોડી ભાગવા જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ છે.
સુરતઃ શહેરમાં ચેઇન સ્નેચર તરખાટ મચાવી રહ્યા છે. લાલ દરવાજા વિસ્તારમાં ચાલુ બાઇકે ચેઇન સ્નેચિંગનો પ્રયાસ થયો હતો. મહિલાની ચેઇન તોડી ભાગવા જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ છે.
ચેઇન સ્નેચિંગ બાદ ચોર અને ભોગ બનનારના વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહન પર સવાર પટકાતા દંપતીને પહોંચી ઇજા પહોંચી હતી. ચેઇન સ્નેચરને પકડવા લોકોએ પ્રયાસ હાથ ધર્યો હતો જોકે આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે CCTV આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત : 1 વર્ષથી ફરાર ઠગને ડિલિવરી બોય બની પોલીસે પુનાથી ઝડપી પાડ્યો, જુઓ વીડિયો
Published on: Feb 08, 2024 11:28 AM
