Surat: ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસનુ તેડું! Video

Surat: ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસનુ તેડું! Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 7:12 PM

મિતુલ ત્રિવેદીએ અલગ અલગ વાતો કરી હતી. જેને લઈ આશંકાઓ સર્જાઈ હતી. આ  દરમિયાન સુરત પોલીસ કમિશ્નરની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા મિતુલ ત્રિવેદીને ડોક્યુમેન્ટ-પૂરાવાઓ સાથે હાજર થવા જણાવવામાં આવ્યા હતા.

સુરતના એક વ્યક્તિએ ચંદ્રયાન 3 ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશ્નરનુ તેડુ આવ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન મીડિયા પણ મિતુલ ત્રિવેદીના કમિશ્નર કચેરીએ પહોંચવા સમયે મોટી સંખ્યામાં જમાવડો થયો હતો. મીડિયાના સવાલોથી બચવા માટે મિતુલ ત્રિવેદીએ રીતસરની ભાગમભાગ કરી મુકી હતી. મિતુલ ત્રિવેદીએ જે વાત દર્શાવી હતી, જેને લઈ કેટલીક શંકાઓ શરુ થઈ હતુ. મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3 ની ડિઝાઈન તૈયાર કરી હોવાનુ ચિત્ર ઉપસાવવામાં આવ્યુ હતુ.

મિતુલ ત્રિવેદીની વાતોને લઈ મીડિયા દ્વારા સતત તેમની પાસે પુરાવાઓ માંગવામાં આવી રહ્યા હતા. પરંતુ તેઓ તે બતાવી રહ્યા નહોતા. તેમજ મીડિયા સહિતને મિતુલ ત્રિવેદીએ અલગ અલગ વાતો કરી હતી. જેને લઈ આશંકાઓ સર્જાઈ હતી. આ  દરમિયાન સુરત પોલીસ કમિશ્નરની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા મિતુલ ત્રિવેદીને ડોક્યુમેન્ટ-પૂરાવાઓ સાથે હાજર થવા જણાવવામાં આવ્યા હતા. ડીસીપી કક્ષાના અધિકારીઓ સામે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ફરીથી ડોક્યુમેન્ટ લઈને ઉપસ્થિત થયા હતા અને પુરાવાઓ વિના જ તેઓ પાછા ફરી ગયા હતા. પરંતુ હવે મિતુલ ત્રિવેદીને લઈ પ્રાથમિક વિગતો મેળવવાની કાર્યવાહી પોલીસ અને ગુપ્તચર વિભાગ કરવામાં આવી રહી હોવાના મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ Gujarat Video: સાવલીમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ શાળામાં સફાઈ કરાવી, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">