Gujarat Video: સાવલીમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ શાળામાં સફાઈ કરાવી, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી
વડોદરાના સાવલી તાલુકાના વિટોજ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવાતી હોવાને લઈ રોષે ભરાયેલા વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને શાળાને તાળા બંધી કરી હતી.
વડોદરાના સાવલી તાલુકાના વિટોજ ગામમાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવાતી હોવાને લઈ રોષે ભરાયેલા વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને શાળાને તાળા બંધી કરી દીધી હતી. વિટોજ પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી દીધી હતી અને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યથી દૂર રાખીને વિરોધ નોંધાવ્યા હતા.
તાળા બંધીને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પદાધિકારીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તેમને શાળાની સમસ્યાઓને વર્ણવી હતી અને તાળા બંધી કરવાના કારણને રજૂ કર્યા હતા. શાળામાં વિદ્યાર્થીઓની પાસે સાફ સફાઈ કરાવાતી હોવાને લઈ વાલીઓમા વ્યાપેલા રોષને જોઈ આખરે મામલો થાળે પાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Sabarkantha: ચમચમાતી મોંઘીદાટ કારમાં દારુની મોટાપાયે હેરાફેરી ઝડપાઈ, અમદાવાદ લવાતા જથ્થાને LCB એ ઝડપ્યો
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
