Surat: સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની સાગમટે બદલી

|

Jan 16, 2022 | 10:17 PM

ગુજરાત હાઇકોર્ટે ત્રણ વખત સમય આપ્યા હોવા છતાં પોલીસે જવાબ રજૂ નહોતો કર્યો. તેથી હાઇકોર્ટના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે આ મોટો નિર્ણય લીધો હતો.

ગુજરાત(Gujarat)  પોલીસ બેડામાં એક ઐતિહાસિક ઘટના બની. જેમાં સુરતમાં(Surat) એક જ પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. આ ઘટના છે સલાબતપુરા( Salabatpura)  પોલીસ સ્ટેશનની કે જ્યાં PI સહિત 104 પોલીસકર્મીઓની બદલી કરી દેતા હાહાકાર મચી ગયો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાત્રી કરફ્યૂ દરમિયાન પોલીસે સાત લોકોને માર માર્યો હતો. જે મામલે હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે ઘટનાની ગંભીરતાને જોઇ પોલીસ પાસે આ મામલે જવાબ માગ્યો. પરંતુ ત્રણ વખત સમય આપ્યા હોવા છતાં પોલીસે જવાબ રજૂ નહોતો કર્યો. તેથી હાઇકોર્ટે આદેશ કર્યો અને હાઇકોર્ટના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે આ મોટો નિર્ણય કર્યો.

આ ઉપરાંત  ગુજરાત  હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનર અને ચાર પોલીસ કોન્સ્ટેબલને રૂ.25 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

આ પણ વાંચો : Rajkot : જામકંડોરણાના ખેડૂતોની કફોડી હાલત, ટામેટાના ભાવ ન મળતા ફેંકી દેવા મજબૂર

આ પણ વાંચો :  Gujarat ની પેરા એથલેટ માનસી જોશીનું અનોખુ સન્માન, બાર્બી શિરોઝના ક્લબમાં સામેલ

Next Video