સુરત : મેટ્રો ટ્રેનની કામગીરીમાં ગંભીર બેદરકારી, ક્રેનમાંથી કાટમાળ પડતા રીક્ષાનો કચ્ચરઘાણ નીકળ્યો, જુઓ સીસીટીવી વિડીયો
સુરત : મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન સુરતમાં મોટી બેદરકારી સામે આવી છે. રિંગરોડ પર ચાલતી મેટ્રોની કામગીરી દરમિયાન લોખંડનો મસમોટો કાટમાળ રોડ પર આવી પડ્યો અને ત્યારે નીચે એક રિક્ષા દબાઇ ગઇ હતી.
સુરત : મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન સુરતમાં મોટી બેદરકારી સામે આવી છે. રિંગરોડ પર ચાલતી મેટ્રોની કામગીરી દરમિયાન લોખંડનો મસમોટો કાટમાળ રોડ પર આવી પડ્યો અને ત્યારે નીચે એક રિક્ષા દબાઇ ગઇ હતી.
લોખંડનો કાટમાળ પડતા રિક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું જોકે સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ સામે આવ્યા નથી.ઘટના બાદ તરત જ ક્રેન ચલાવનાર વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. આ રીતની બેદરકારીથી માર્ગ ઉપરથી પસાર થતા લોકોના જીવ જઇ શકતા હતા. રિક્ષા ચાલકને પણ નુકસાન થયું છે.
ઘટના બાદ રસ્તો પણ બંધ થઇ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના બાદ હવે સવાલ ઉભો થાય છે કે આ પ્રકારથી કામગીરી થશે તો લોકોના જીવ જે જોખમમાં પડશે તેનું શું? શું ફરી કોઇ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે. આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે તંત્રએ કડક કાર્યવાહી કરવી જરૂરી બને છે.
Published on: Dec 01, 2023 08:54 AM