સુરત : ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો, જુઓ ઘટનાના CCTV વીડિયો
સુરત: ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બેફામ ટ્રક ચાલાક રોંગ સાઈડ આવી અકસ્માત સર્જ્યો હતો. ટ્રક ચાલકે એક બસ અને કારને ટક્કર મારી હતી.
સુરત: ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બેફામ ટ્રક ચાલાક રોંગ સાઈડ આવી અકસ્માત સર્જ્યો હતો. ટ્રક ચાલકે એક બસ અને કારને ટક્કર મારી હતી.
બસમાં ખાનગી કંપનીના 20 જેટલા લોકો સવાર હતા . ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થવાના અહેવાલ પણ સામે આવ્યા છે.હજીરા ઇચ્છાપોર રોડ પર વારંવાર અકસ્માત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બનાવ સંદર્ભે પોલીસે ઘટનાની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ઉપરાંત અંકલેશ્વરમાં પણ અકસ્માતની ઘટના બની હતી. હિટ એન્ડ રણની ઘટનામાં બે બહેનોને અજાણ્યા વાહને અડફેટમાં લઈ ફંગોળી દેતા બન્નેનું મોત નીપજ્યું હતું. મહિલાઓ તાજિયાના જુલુસમાંથી પોતાના ઘરે પરત ફરતા અકસ્માતનો ભોગ બની હતી.