સુરત : કતારગામ લૂંટ કેસમાં વિચિત્ર વળાંક! 8 કરોડની લૂંટનો ઉહાપોહ મચ્યા બાદ પોલીસ ચોપડે 1.4 કરોડની ફરિયાદ નોંધાઈ, જુઓ વીડિયો

|

Feb 28, 2024 | 12:03 PM

સુરતઃ કતારગામમાં કરોડો રૂપિયાની લૂંટમાપ ઉહાપોહ મચ્યા બાદ લૂંટની રકમને લઈને વિરોધાભાસ સામે આવ્યો છે. ૮ કરોડ રૂપિયાની રોકડની લૂંટની પ્રાથમિક રજુઆત બાદ કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

સુરતઃ કતારગામમાં કરોડો રૂપિયાની લૂંટમાપ ઉહાપોહ મચ્યા બાદ લૂંટની રકમને લઈને વિરોધાભાસ સામે આવ્યો છે. 8 કરોડ રૂપિયાની રોકડની લૂંટની પ્રાથમિક રજુઆત બાદ કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 8 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા

સૂત્રો અનુસાર ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ડાયમંડ કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા. ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા. કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડ રકમ લઈને મહીધરપુરા સેફ વોલ્ટ મુકવા જતી વખતે આ ઘટના બની હતી. ઘટના બાદ મોડી રાતે વેડ ડભોલી બ્રિજ પાસે લૂંટારુઓની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી.

આ ઘટનાને લઈને કેટલાક પ્રશ્નો ઉભા થયા છે

  • કારમાં કરોડો રૂપિયા હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ કેમ ન હતો?
  • કંપનીના કર્મચારીઓએ અજાણ્યા વ્યક્તિને શા માટે કારમાં બેસાડ્યો?
  • કારમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી ન હતી?
  • શરૂઆતમાં 8 કરોડના લૂંટની રજુઆત બાદ લૂંટની ફરિયાદ 1.4 કરોડ કેવી રીતે થઈ?

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video