સુરત : પડતર માંગણીઓ હલ કરવાની માંગ સાથે 500 નર્સિંગ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જુઓ વીડિયો
સુરત : સુરત આરોગ્ય વિભાગ તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરત શહેરના નર્સિંગ કર્મચારીઓ વિવિધ માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શહેરમાં 500 કરતાં વધુ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શમાં જોડાયા હોવાની વિગતો મળી રહી છે.

મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહયા છે. કર્મચારીઓ તેમની પડતર માંગણીઓની અનદેખીને લઈ વિરોધ કરી રહ્યા છે.
આ માંગણીઓ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનરે અને કોલેજ ના ડીનને આવેદન પત્ર પણ આપવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
Published on: Jan 04, 2024 10:01 AM