ગુજરાતના સુરતમાં(Surat) 16 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. જેમાં સુરત વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષય કિશોરી સાથે ત્રણ યુવકોએ દુષ્કર્મ(Rape) આચર્યુ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બંધ આવાસમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આ દુર્ઘટનામાં કિશોરીએ ત્રણ નરાધમથી છૂટી ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ દુષ્કર્મ કેસના કથિત આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : Bhavnagar: યુવા ક્રિકેટર અંશ ગોસાઇ અંડર-19 વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના
આ પણ વાંચો : Mehsana : નગરપાલિકા બાકી વેરાની વસૂલાત માટે એજન્સી નિમશે, ટેન્ડર બહાર પડાશે