Surat Video: ઘર લેતી વખતે 100 વાર બારીકાઈ થી ચકાસીને ખરીદ કરજો! સુરતમાં બિલ્ડરના પાપે 131 પરિવારો પીડાઈ રહ્યા છે
બિલ્ડરના પાપે 131 પરિવારો પીડાઈ રહ્યા છે

Surat Video: ઘર લેતી વખતે 100 વાર બારીકાઈ થી ચકાસીને ખરીદ કરજો! સુરતમાં બિલ્ડરના પાપે 131 પરિવારો પીડાઈ રહ્યા છે

| Edited By: | Updated on: Aug 06, 2023 | 3:53 PM

બિલ્ડરના પાપે સુરતના બારડોલીમાં 131 પરિવારો પરેશાન બન્યા છે. આ પરિવારાનો પોતાના ઘરની હરાજી થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. પાપ બિલ્ડરે કર્યુ છે અને હવે ભોગવી રહ્યા છે, મકાન માલિકો

 

બિલ્ડરના પાપે સુરતના બારડોલીમાં 131 પરિવારો પરેશાન બન્યા છે. આ પરિવારાનો પોતાના ઘરની હરાજી થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. પાપ બિલ્ડરે કર્યુ છે અને હવે ભોગવી રહ્યા છે, મકાન માલિકો. વાત એમ છે કે, વર્ષ 2014 માં બારડોલીની જય કેસર કુંજ સોસાયટીના બિલ્ડરે પ્રોજેક્ટ લોન મેળવી હતી. જે લોન મેળવીને લોન ભરપાઈ નહીં કરવાતી સોસાયટીના 254 પૈકી 131 મકાન હરાજીમાં મુકવામાં આવ્યા હતા. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે પણ 4 કરોડ જેટલી રકમ ભરપાઈ કરવા માટે આદેશ કર્યો હતો.

જોકે બિલ્ડરે માત્ર એક જ કરોડની રકમ ભરપાઈ કર્યા બાદ એક રુપિયો બાદમાં રકમ નહીં ભરતા ફરીથી મકાન માલીકો મુશ્કેલીમાં મુકાયા છે. હુડકો દ્વારા સોસાયટીમાં ઢોલ વગાડીને નોટીસ ચોંટાડવામાં આવી છે. 2019માં બિલ્ડરની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ આમ છતાં બિલ્ડરને કોઈ અસર ના થતી હોય એમ હાલ પણ 131 પરિવારો ના જીવ ઉંચા છે.

આ પણ વાંચોઃ  સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 06, 2023 03:29 PM