Breaking News : કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ ! વિદ્યાર્થીઓને પરિક્ષાના 1 કલાક બાદ હોલ ટીકીટ અપાતા નારાજગી, જુઓ Video
અમદાવાદની ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રખાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદની ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રખાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કર્ણાવતી યુનિવર્સિટીમાં 100થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિવિધ બહાનાથી 1 કલાક બાદ હોલ ટિકિટ અપાયાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓએ ભેગા મળી યુનિવર્સિટી તંત્ર સામે આરોપ લગાવ્યા છે. વેબસાઈટનું સર્વર ડાઉન થતાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી છે.
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
ઉલ્લેખનીય છે કે કર્ણાવતી યુનિવર્સિટીમાં વેબસાઈટ ઠપ થતાં વિદ્યાર્થીઓ પરિક્ષા વગર અટવાયા. યુનિવર્સિટી તંત્રએ પરિક્ષાના 1 કલાક બાદ હોલ ટીકીટ આપતા વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાજરી અને ફી સહિતની બાબતો યુનિવર્સિટીની વેબસાઈટ પર અપડેટ ન થતાં વિદ્યાર્થીઓમાં યુનિવર્સિટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.
