Chhota Udepur : પુનિયાવાંટ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વડોદરાથી ડોકટરની ટીમ સારવાર અર્થે પહોંચી – જુઓ Video
11 જુલાઈના રાત્રી ભોજન લીધા બાદ પુનિયાવાંટ મોડેલ સ્કૂલના આશરે 100 બાળકોની તબિયત લથડી હતી. બાળકો હાલમાં પણ સારવાર હેઠળ છે. તેમની તપાસ માટે વડોદરાથી ડોકટરની ટીમ છોટાઉદેપુર પહોંચી હતી.
Chhota Udepur News : છોટાઉદેપુરની પુનિયાવાંટ મોડેલ સ્કૂલના બાળકોની તબિયત લથડી હતી. જો ઘટનાની વાત કરીએ તો 11 જૂને રાત્રી ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર, તેજગઢ અને પાવી-જેતપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હાલ 100 જેટલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે.જેમાંથી 10 વિદ્યાર્થીઓને માથું દુઃખવાની સમસ્યા યથાવત છે. ફૂડ પોઇઝનિંગથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યુ છે. જો કે સાચું કારણ તો રિપોર્ટ બાદ જ જાણવા મળશે. વડોદરાથી ડોક્ટરની ટીમ બાળકોની સારવાર અને તપાસ માટે છોટાઉદેપુર પહોંચી હતી. છોટાઉદેપુરના ધારાસભ્યે પણ અસરગ્રસ્ત બાળકો સાથે મુલાકાત કરી ખબર-અંતર પૂછ્યા.
Latest Videos