Breaking News રૂ. 10 લાખ સુધી આવક ધરાવનાર બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન

| Updated on: Aug 15, 2026 | 12:17 PM

New announcement for unreserved category students : મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા ગુજરાતના યુવાનોને પરિવારની આર્થિક સ્થિતિને કારણે મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકે તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે.

CM Bhupendra Patel’s announcement : અમરેલી બિન અનામત વર્ગોના યુવાઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી ખાતે યોજાયેલા 80મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન યોજનાની આવક મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા અત્યાર સુધી રૂ. 6 લાખ હતી. રાજ્ય સરકારે આ મર્યાદામાં વધારો કરીને હવે રૂ. 10 લાખ કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા ગુજરાતના યુવાનોને પરિવારની આર્થિક સ્થિતિને કારણે મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકે તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે.

આવક મર્યાદા વધારવામાં આવતા હવે બિન અનામત વર્ગના વધુ જરૂરિયાતમંદ અને પાત્ર યુવાનોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન યોજનાનો લાભ મળી શકશે. આ નિર્ણયથી વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તકોનું વિસ્તરણ થશે.

જાહેરાતનો મુખ્ય સાર

  • અગાઉની વાર્ષિક આવક મર્યાદા: રૂ. 6 લાખ
  • નવી વાર્ષિક આવક મર્યાદા: રૂ. 10 લાખ
  • યોજના: વિદેશ અભ્યાસ માટે લોન
  • લાભાર્થી: બિન અનામત વર્ગના પાત્ર વિદ્યાર્થીઓ
  • સંસ્થા: ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

 

Breaking News : લાલ કિલ્લા પરથી યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, જાણો શું શું કહ્યું

Follow Us
Loading...
Unable to load recommendations.