Surat : ખાડીપૂરની અસર ભણતર પર ! 7-8 દિવસ શાળાઓ રહે છે બંધ, કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકોની માગ, જુઓ Video
સુરતમાં ખાડીપૂરના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. વરસાદ બાદ પાણી ભરાઈ જતા શાળએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પાણી ભરાવાના કારણે 7-8 દિવસ સુધી શાળાઓ બંધ રહે છે.
સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ ખાડીપૂરના કારણે અને વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને મોટું નુકસાન પણ થયું છે. પરંતુ સુરતના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં વરસાદે તો વિરામ લીધો છે છતા પાણી ઓસર્યા નથી. જેના પગલે બાળકોનું ભણતર બગડી રહ્યું છે.
ખાડીપૂરની ભણતર પર અસર !
સુરતમાં ખાડીપૂરના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. વરસાદ બાદ પાણી ભરાઈ જતા શાળએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પાણી ભરાવાના કારણે 7-8 દિવસ સુધી શાળાઓ બંધ રહે છે. સુરતમાં દર ચોમાસે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હોય છે. તંત્ર અને સરકાર પાણી ભરાવવાનો કાયમી ઉકેલ લાવે તેવી માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાના કારણે વારંવાર આ જ સ્થિતિ સર્જાય છે. કેટલાક દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે. શાળાઓ બંધ રાખવી પડે છે. જેથી વિદ્યાર્થીઓને ઘરે બેસવાનો વારો આવે છે. ત્યારે આ બાબતે મનપા ખાસ ધ્યાન દોરે અને કાયમી ઉકેલ લાવે તેવી માગ છે.