ગુજરાતની ભાજપ સરકાર સામે સંઘ પરિવારની વિદ્યાર્થી પાંખ મેદાને, કહ્યું GMERS કોલેજમા ફી વધારો પાછો ખેંચો

|

Jul 12, 2024 | 3:53 PM

ગુજરાતમાં ખાનગી મેડિકલ કોલેજની ફી કરતા GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘણી ઓછી હતી. GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીના ધોરણો, ખાનગી મેડિકલ કોલેજની સરખામણીએ સમાજના વિવિધ વર્ગને પરવડે તેવા હતા. પરંતુ એકાએક GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી વધારી દેવામાં આવી. જે ફી સાડા ત્રણ લાખ હતી તેમાં બે લાખનો વધારો કરીને સાડા પાંચ લાખ કરી દેવાઈ છે. જેના પગલે, વિદ્યાર્થી આલમમાં GMERS સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે.

ગુજરાતમાં GMERS કોલેજમા ભારે ફી વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સરકાર નિયંત્રિત મેડિકલ કોલેજોમાં કરાયેલા તોતીગ ફી વધારા સામે વ્યાપક વિરોધ થયો છે. ખાસ કરીને રાષ્ટ્રીય સ્વંયસેવક સંધની વિદ્યાર્થી પાંખ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે, GMERS કોલેજમા કરાયેલા ભારે ફી વધારા સામે વિરોધ નોંધાવવાના ભાગરૂપે રાજ્યભરની GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી અન્ય ખાનગી મેડીકલ કોલેજની સરખામણીએ ઘણી ઓછી અને સમાજના તમામ વર્ગને પરવડે તેવી હતી. પરંતુ તાજેતરમાં GMERS સંચાલિત તમામ મેડિકલ કોલેજની ફીમાં ભારે વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા જે ફી 3 લાખ 30 હજાર હતી તે વધારીને રૂપિયા પાંચ લાખ પચાસ હજાર કરી દેવાઈ છે. તો મેનેજમેન્ટ કવોટાની ફી 17 લાખ કરી દેવાઈ છે.

આ ફી વધારા સામે આજે એબીવીપીના ટૂંકા નામે ઓળખાતા સંધ પરિવારની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે, અમદાવાદની સોલા સિવીલ હોસ્પિટલ ખાતે આવેલ GMERS સંચાલિત મેડિકલ કોલેજમાં આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. જો ફિ વધારા અંગે યોગ્ય નિર્યણ લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

 

 

 

Next Video