Video : સુરતમાં ગોડાદરામાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસમાં તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ, ફી ભરવા માટે કરાતું હતુ દબાણ
સુરતના ગોડાદરા આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાત મામલામાં દિવસે દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ ટીમના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. શાળાને નિયત રકમ કરતા વધુ ફી વસુલી હોવાનું સામે આવ્યું છે.
સુરતના ગોડાદરા આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાત મામલામાં દિવસે દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ ટીમના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. શાળાને નિયત રકમ કરતા વધુ ફી વસુલી હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ આદેશ આપ્યો હતો.
ધોરણ 8 સુધી 15 હજાર ફી લેવાનો આદેશ આપ્યો હતો. આદેશ છતા આદર્શ પબ્લિક સ્કૂલે 17 હજાર ફી વસૂલી હતી. ફી મામલે હેરાનગતિને કારણે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. બાકી ફી ભરવા શાળા તરફથી સતત દબાણ હોવાનો આરોપ થયો હતો.
આઠમા ધોરણની વિદ્યાર્થિનીએ કર્યો હતો આપઘાત
શાળાના સંચાલકો પર વિદ્યાર્થિનીના પરિજનોનો આરોપ છે કે સ્કૂલમાં બાકી ફી મુદ્દે વિદ્યાર્થિનીને ટોર્ચર કરવામાં આવતી હતી. વિદ્યાર્થિનીને જાણી જોઇને અપમાનીત કરવામાં આવી છે. ક્લાસ રૂમ બહાર ઉભી રાખવામાં આવી. બાળકીનાં આપઘાત બાદ સામે આવેલા CCTVમાં પણ જોઇ શકાય છે કે વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આદર્શ પબ્લિક સ્કૂલ નામની શાળા બંગલામાં ચાલતી હતી. શાળામાં ભૂતિયા પ્રિન્સિપાલ, અંદર ફાયર સેફ્ટીની સુવિધા સહિતની અનેક બેદરકારી સામે આવી છે.